રાધનપુર તાલુકા પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 18 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 16 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ સમિતિઓ અને હોદ્દાઓ માટે વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા તારાબેન મનુભાઈ ઠાકોરની કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કેસુબેન સાદુરભાઈ ભીલને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.તે ઉપરાંત ઓખાબેન મહાદેવભાઈ રબારીની પક્ષના નેતા તરીકે અને શૈલેષભાઈ નિરાશ્રિાતને દંડક તરીકે વરણી કરવામાં આવી છે.આ પ્રસંગે ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોએ નવી જવાબદારી સંભાળનારા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા, સરકારનીજનકલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્યનાગરિકો સુધી પહોંચાડવા તથા પંચાયતના સુશાસનને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ભાજપને તાલુકા પંચાયતમાં મળેલી સ્પષ્ટ બહુમતી બાદ વિવિધ હોદ્દાઓ પર કરવામાં આવેલી આ વરણીઓથી પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: