રાધનપુરનો ગ્રામ્ય વિસ્તાર રણકાંઠા ને અડી ને આવેલો હોવાથી દર સાલ લોકો આકરી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત ખૂબ જ આક્રમક રહી છે. રાધનપુર પંથકમાં માર્ચ મહિનાના પ્રથમ આઠ દિવસોના આંકડા જોતા સ્પષ્ટ જણાય છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને લઘુતમ તાપમાનમાં થયેલો વધારો રાત્રિના સમયે પણ ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે. ગત વર્ષે માર્ચની શરૂઆતે મહત્તમ તાપમાન 34. ડિગ્રી આસપાસ હતું, જે આ વર્ષે વધીને તા. માર્ચની શરૂઆતે રવિવારે 37. ડિગ્રી ને થયું છે. લઘુતમ તાપમાનમાં ઉછાળો જોવા મળ્યો છે. જે સીધી રીતે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં આવતા બદલાવની નિશાની છે. ગરમી વધતા બપોરના સમયે બજારો અને રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવાનમળી રહી છે. લોકો હવે અત્યારથી જ ઠંડા પીણા અને છાસનો સહારો લઈ રહ્યા છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દિવસ દરમિયાન વારંવાર પાણી, છાશ કે લીંબુ શરબત લેવું. ઉનાળામાં પચવામાં ભારે હોય તેવો ખોરાક ટાળવો અને તાજા ફ્ળો તેમજ શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો. બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું. જો સતત માથું દુખે, ચક્કર આવે કે ઉલટી જેવું જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










