સાંતલપુર તાલુકાના કોરડા ગામના યુવા સરપંચના લગ્નપ્રસંગે આયોજિત રાસ ગરબા અંગે સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. વાયરલ થયેલા વિડિઓ બાદ ઠાકોર સમાજના બંધારણ તોડવામાં આવ્યું હોવાના આક્ષેપો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ચર્ચામાં આવ્યા છે.


લગ્નપ્રસંગે માતાજીનો પ્રસંગ જોડાયેલો હોવાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યુવા સરપંચના પિતા મગનજી ઠાકોરે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ધાર્મિક પરંપરા અને આસ્થાને ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ યોજાયો હતો, સમાજના કોઈપણ બંધારણને તોડવાનો ઉદ્દેશ્ય ન હતો. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. બીજી તરફ્, સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ આ લગ્નપ્રસંગે હાજર રહ્યા હોવાનું સામે આવતા મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા વિવાદ બાદ ગામ અને સમાજમાં વિવિધ મતભેદો સામે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે શાંતિ જળવાય તે માટે સમજદારીપૂર્ણ વલણ અપનાવવાની અપીલ પણ થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: