પાટણ શહેરમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતાં પ્રવાહ સ્થળની નગરપાલિકા તંત્ર અને હોદ્દેદારોએ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સ્વચ્છતા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી હતી. તેમજ પાલીકાના સ્ટાફ્ને પાણીના સેમ્પલ ટેસ્ટ લેવા માટે અને યોગ્ય જાળવણી માટે સુચના આપી દેવામાં આવી હતી. પાટણ શહેરમાં લોકોના ઘરો સુધી આવતું પીવાનું પાણી શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તેવા હેતુથી પ્રવાહ પદ્મનાભથી સિદ્ધી સરોવર સુધીના રૂટની મુલાકાત નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર સહિત સ્ટાફ્ અને ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન દ્વારા લેવામાં આવી હતી. તે દરમિયાન નગરપાલિકાના સ્ટાફ્ને પાણીના સેમ્પલ ટેસ્ટ લેવા માટે અને યોગ્ય જાળવણી કરવા માટે સુચના આપી હતી. તદ્પરાંત લોકોને પણ અપિલ કરી હતી કે પાણીના મુખ્ય પ્રવાહને દુષિત ન કરવું તથા નહાવા કે કપડા ન ધોવા જણાવ્યું હતું. જેથી કરીને પાણી દુષિત ન થાય તેવી નગરપાલિકા દ્વારા લોકોને અપિલ કરવામાં આવીહતી.

Rajkot News: લાલ બહાદુર સોસાયટી પાસે ખુલ્લી ગટરનો વીડિયો થયો વાયરલ









