પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણના ભંગના મુદ્દે સમાજમાં ચર્ચા જાગી છે. આ મુદ્દે ઠાકોર સમાજના 42 પ્રમુખ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે.


નાની-મોટી ભૂલો થવી સ્વાભાવિક

તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ અંદાજે 22 લાખની વિશાળ વસ્તી ધરાવતો સમાજ છે, જેમાં નાની-મોટી ભૂલો થવી સ્વાભાવિક છે, પરંતુ આવા તમામ મુદ્દાઓનું નિરાકરણ સમાજની જનરલ બોડી દ્વારા કરવામાં આવશે.

જનરલ બોડીના આગેવાનો સાથે ચર્ચા કરીને સંયુક્ત રીતે નિર્ણય 

ચંદનજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે પાટણ, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ એમ ત્રણ જિલ્લાના જનરલ બોડીના આગેવાનો સાથે ચર્ચા કરીને સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવશે. સમાજમાં એકતા જાળવી રાખવી એ પ્રથમ પ્રાથમિકતા હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

એક વર્ષ બાદ ઠાકોર સમાજ ફરીવાર એકઠો થશે

તેમણે જણાવ્યું કે આગામી એક વર્ષ બાદ, 4 જાન્યુઆરી 2027ના રોજ જ્યારે ઠાકોર સમાજ ફરીવાર એકત્રિત થશે, ત્યારે ડીજેના મુદ્દે જો કોઈ ચૂક રહી ગઈ હશે તો તે અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવશે. રાસ ગરબાને ડીજે ગણવું કે તેને સામાજિક કાર્યક્રમ તરીકે માન્યતા આપવી તે બાબત સમાજ પોતે નક્કી કરશે તેમ પણ તેમણે જણાવ્યું.

કોરડા ગામે પણ સમાજના બંધારણ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ચંદનજી ઠાકોરે ઉદાહરણ આપતાં કહ્યું કે અગાઉ બનાસકાંઠામાં બંધારણના ભંગના મુદ્દે સામાજિક આગેવાનો એકત્રિત થઈને જે રીતે નિર્ણય લેવાયો હતો, તે જ રીતે સાંતલપુરના કોરડા ગામે પણ સમાજના બંધારણ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો----  Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા

  • Follow us on: