પાટણ શહેરમાં એક પેટ્રોલપંપ પર પેટ્રોલપંપના ડિલર દ્વારા એક બાળકને કામ પર રાખી બાળ મજુરી કરાવાતી હોવાની માહિતી પાટણ શ્રામ વિભાગને થતાં ટીમ દ્વારા પેટ્રોલપંપ પર રેડ કરી બાળ મજૂરને મુક્ત કરાવી પેટ્રોલપંપના ડિલર વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


પાટણ જિલ્લામાં ચાલતી બાળ મજુરી અટકાવવા માટે શ્રામ વિભાગ દ્વારા અવારનવાર તપાસ હાથ ધરીને બાળકો પાસે કરાવાતી મજુરીને લઈ કામ પર રાખનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પાટણ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ એક પેટ્રોલપંપ પર એક બાળ મજુરને ફીલર તરીકે નોકરી પર રાખી બાળ મજુરી કરાવાતી હોવાની માહિતી પાટણ શ્રામ વિભાગને મળતાં ટીમ સાથે પેટ્રોલપંપ પર પહોંચી બાળ મજુરને મુક્ત કરાવીને પેટ્રોલપંપના ડિલર વિરેનભાઈ અશ્વિનભાઈ શાહ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: