ચાણસ્મા : ચાણસ્મા શહેરમાં બેચરાજી ત્રણ રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી તંત્રની બેદરકારીના કારણે એક વાલ્વ લીકેજ હોવાથી તેનું પાણી વહીને બાજુમાં બનાવેલી ડ્રેનેજ ગટર લાઇનમાં વેડાફઈ રહ્યું છે. તો બીજી તરફ્ સમી પંથકમાં પણ અવારનવાર વાલ્વ લીકેજ હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે વધું એક વખત સમી શંખેશ્વર હાઈવે પર એક વાલ્વ લીકેજ હોવાથી તેનું દરરોજનું હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
