હારીજ પંથકમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં હારીજ પંથકની એક સગીરા પર ત્રણ નરાધમોએ અવારનવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દેતા આ અંગે સગીરાએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હારીજ તાલુકાના એક ગામની સગીરા બે વર્ષ અગાઉ એક યુવકના સંપર્કમાં આવી હતી અને તેની સાથે મોબાઇલમાં વાતચીત કરી હતી. તે દરમિયાન દોઢ વર્ષ અગાઉ આ યુવકે આ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું . ત્યારબાદ આશરે દોઢ વર્ષ અગાઉ અન્ય એક યુવકના સંપર્કમાં આ સગીરા આવી હતી. તેને પણ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર પછી આ યુવતી એક વર્ષ અગાઉ ત્રીજા યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પણ મોબાઈલ ફોન પર વાતચીત થતી હતી. ત્યારબાદ આ યુવકે પણ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.










