સમી તાલુકાના ટીટોડી ટીમ્બા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરી અને મોટો બંધપાળો કરી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ કરવા સહિત પીવાના પાણીની પાઈપલાઈનના ઉપર ઉકરડો બનાવવા અને અન્ય જગ્યાએ કાંટાળી વાડ કરી દબાણુ ઉભું કરવાના આક્ષેપ સાથે ગામના એક અરજદારે 3 લોકો સામે અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ ન કરી અને તેમના કાર્ય ક્ષેત્રમાં ન આવતું હોય તેમ કહેતાં હોવાના ગંભીર આક્ષેપ સાથે સમી મામલતદારને લેખિત અરજી આપી છે. ટીટોડી ટીમ્બા ગામના નિ. રમેશભાઈ છગનભાઈ ઠાકોરે સમી મામલતદારને કરેલી લેખીત રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે નિ. ઠાકોર રમેશભાઈ ધિંગાભાઈએ સરકારી જમીનમાં બંધપાળો કરી વરસાદી પાણીનો અવરોધ ઊભો કરતાં તેમના સહિત અન્ય લોકોના ઘરો આગળ સહિત શાળા અને આંગણવાડી પાસે પાણી ભરાઈ જાય છે. જેને લઈ રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. તેમજ નિ. ઠાકોર અજમલભાઈ ધિંગાભાઈએ પણ ગામમાં પીવાના પાણીના સંપ પાસે ઉકરડો કર્યો છે. જેના નીચે પીવાના પાણીની પાઈપલાઈન તુટી જતાં દુર્ગંધ વાળું પાણી ઘરો સુધી આવતું હોવાનું જણાવ્યું હતું. તદ્પરાંત નિ. ઠાકોર ધરમાભાઈ વિરભાણભાઈએ પણ રસ્તા વાળી જમીનમાં કાંટાળી વાડ કરી હોવાની રજૂઆત કરી તમામ અવરોધો દુર કરવા માટે માંગ કરી છે. તેમજ ગામના સરપંચ વિરુદ્ધ પણ ગંભીર આક્ષેપ કરતાં રજુઆત કરી છે કે ગ્રામ પંચાયતમાં લેખીત રજુઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરી નથી અને સરપંચ દ્વારા મારા કાર્યક્ષેત્રમાં ન આવતું કહેતાં હોવાના આક્ષેપ સાથે સમી મામલતદારને લેખીત રજુઆત કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: