અંબાજીમાં ભાદરવી પૂનમના મીની કુંભ સમાન મહામેળાની આવતીકાલે સોમવારે વિધીવત રીતે શરૂઆત થવાની છે. જેના માટે માતાજીના ધામે દર વર્ષે લાખ્ખો માઈ ભક્તો દુર દુરથી ચાલતા રથડા લઈને અંબાજી પહોંચતા હોય છે. જેમાં દર વર્ષે પાટણમાંથી પણ 80 થી વધું સંઘો અંબાજી મેળામાં દર્શનાર્થે જાય છે. ત્યારે ચાલુ વર્ષે આવતીકાલે સોમવારે વિધીવત રીતે માતાજીની પુજા અર્ચના અને આરતી કર્યા બાદ શ્બોલ મારી અંબેશ્ ના નાદ સાથે અંબાજી તરફ્ પ્રસ્થાન કરશે તેમ જાણવા મળ્યું છે. અંબાજી મેળા દરમિયાન સમગ્ર પાટણ જિલ્લાના હાઈવે માર્ગ પર ચાલતાં જતાં શ્રદ્ધાળુઓની હેલી પણ જોવા મળે છે. સોમવારે પાટણમાંથી રવાના થનાર પગપાળા સંઘોમાં પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કસારવાડા યુથ ક્લબનો સંઘ, શાહના પાડાનો મણીભદ્ર યુવક મંડળનો સંઘ, ઝીણી પોળ જય અંબે પગપાળા સંઘ અને ગુર્જરવાડા યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ સહિતના 80 જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પુનમના મહા મેળામાં માતાજીના ધામે આસ્થા સાથે શીશ નમાવવા માટે જતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ તમામ સંઘો આવતીકાલે સોમવારના દિવસે માતાજીના જય ઘોષ સાથે અંબાજી તરફ્ પ્રયાણ કરનાર છે. ચાલુ વર્ષે આશરે પાંચ હજાર જેટલા પદયાત્રીઓ જોડાવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. પાટણમાંથી નીકળતા સંઘોમાં કસારવાડા યુથ ક્લબનો સંઘ છેલ્લા 26 વર્ષથી અંબાજી જાય છે. યજમાનના ઘરે માતાજીની આરતી કર્યા બાદ આ સંઘ રવાના થશે. તેમજ શાહના પાડાનો મણીભદ્ર યુવક મંડળનો સંઘ પણ છેલ્લા 26 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરે છે. તદ્પરાંત ઘણા શ્રદ્ધાળુઓ એકલા કે નાના જુથમાં માતાજીની ધજા પતાકા સાથે પગપાળા યાત્રા કરતા હોય છે. ઝીણીપોળનો જય અંબે પગપાળા સંઘ છેલ્લા 27 વર્ષથી અંબાજી ખાતે ભાદરવી પુનમના મહેસાણા મેળામાં દર્શનાર્થે જાય છે. ત્યારે આ વખતે 28 માં વર્ષે પણ આ સંઘમાં 100 થી વધુ પદયાત્રીઓ માતાજીની માંડવી અને ધજા સાથે જોડાશે તેમ જાણવા મળ્યું હતું. માતાજીના સંઘોમાં સામગ્રી માટે લઈ જવાતા ટ્રેક્ટરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો