રાધનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કેબલ ચોરી મોટર ચોરી તેમજ પાર્ક કરેલા વાહનમાંથી બેટરી ચોરીના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. જે ચોરીની ફરિયાદ રાધનપુર પોલીસ મથકે નોંધાઇ રહી છે. જે બનાવમાં ઘણા કિસ્સાઓમાં ચોરી કરનાર ઇસમો ચોરી કરેલ ચીજવસ્તુઓ જેવી જે કેબલ, મોટર, બેટરી ચોરી ભંગારના વેપારીઓને ઓછી કિંમતમાં આપી જતા હોય છે અને તપાસ કરતાં વેપારીઓ ચોરીનો મુદામાલ વેચવા આવેલ ઇસમોની કોઈપણ જાતની તપાસ કરતા નથી અને માલની ખરીદી કર્યા પછી પણ રજીસ્ટર નિભાવતા નથી. આમ એક માસ અગાઉ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભંગારનો લે-વેચ કરતા વેપારીઓને રાધનપુર પોલીસ મથકે બોલાવી ક્લેક્ટરના જાહેરનામાનું પાલન કરવા સમજ અપાઈ હતી. ત્યારે કેબલ-વાયર તેમજ બેટરી ચોરીઓના ગુના અટકાવવા સારુ રાધનપુર પોલીસે ડ્રાઈવ યોજી ભંગારના લે વેચ કરનારાઓનું સઘન ચેકિંગ કરાયું હતું. જેમાં રજીસ્ટર ન નિભાવનાર 6 ઇસમો પોલીસ ના હાથે ઝડપાયા હતા. પોલીસ દ્વારા 6 વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ









