મળતી માહિતી મુજબ, અંબેશ્વર સોસાયટી પાસેથી પસાર થઈ રહેલી એક કારે અચાનક યુ-ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાછળથી કે સામેથી આવી રહેલી અન્ય એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક કાર બેકાબૂ બનીને પલટી ખાઈ ગઈ હતી અને બાજુમાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલક પર પડી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક દબાઈ જતાં તેને ઈજાઓ પહોંચી હતી. 

અકસમાત સર્જાતા જ મોટો ધડાકો થયો હતો, જેના પગલે આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને બહાર કાઢયો હતો. બનાવની જાણ થતાં જ હારીજ પોલીસનો કાફ્લો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફ્કિ હળવો કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે, આ સમાચાર લખાયા ત્યાં સુધી આ મામલે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.