સમી તાલુકાના ચડીયાણા ગામે આવેલ એક સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 120 ફુટ જેટલા કેબલ વાયરની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ સિક્યુરિટી ગાર્ડે સમી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સહિત એક રિક્ષા સાથે સિનાડ અને તાંતિયાણાના બે શખ્સોને ઝડપીને મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે સમી પોલીસને સોંપ્યા છે. સમી તાલુકાના ચડીયાણા ગામે આવેલ લેન્કો સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ વહેલી સવારે તપાસ કરતાં હતાં તે દરમિયાન 3 નંબરના પોઈન્ટ પર આઈસીઆરમાં એમ.સી.બી માંથી નિકળતો 95 સ્ક્વેર એમ.એમનો રૂ. 80 હજારની કિંમતનો 120 ફુટ કોપર વાયર ન જણાતાં શોધખોળ કરવા છતાં નહીં મળતાં સમી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે દરમિયાન પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમના માણસોને બાતમી મળી હતી કે બે શખ્સો ચોરીના કેબલ સાથે રિક્ષામાં રાધનપુર ખાતે ફરી રહ્યા છે. જેથી નાકાબંધી કરીને બંને શખ્સો નરેશભાઈ રામાભાઈ ઠાકોર (સિનાડ) અને ભરતજી ધારશીજી ઠાકોર (તાંતિયાણા) ને ઝડપી રિક્ષાસહિત કુલ 3.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: