પાટણ તાલુકાના અને રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરવા ગામથી થોડે દુર રસ્તા પર જઈ રહેલા બાઈક સવાર બે ભાઈઓને વળાંકમાં ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા. જેમાં ચાલકના પગ પર ટ્રેક્ટરનું ટાયર ફ્રી વળ્યુ હતું. જ્યારે અન્ય સવારને પણ પગે અને માથાના ભાગે ઈજાઓ થતાં તાત્કાલિક અસરથી સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં લવાયા હતા. ઈજાગ્રસ્ત બાઈક સવારોના ભાઈ અનિલજી હીરાજી ઠાકોરે રણુંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફ્રિયાદ મુજબ તેમના ભાઈ જીગરજી ઠાકોર તથા કરણજી ઠાકોર બાઈક લઈને દીગડી ગામે જતાં હતાં. જે દરમિયાન વહેલી સવારે સરવા ગામની સીમમાં વળાંકમાં સામેથી આવતા ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક જીગરજી ઠાકોરના જમણા પગ પર ટ્રેક્ટરનું ટાયર ફ્રી વળ્યુ હતું. તેમજ કરણજી ઠાકોરને પણ પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને પ્રથમ ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાંથી જીગરજી ઠાકોરને વધું સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેમજ કરણજી ઠાકોરને ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ટ્રેકટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ફ્રાર થઈ ગયો હતો. આ અંગે રણુંજ પોલીસ સ્ટેશનમાં ફ્રીયાદ નોંધાવી છે.

વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર









