પાટણ ઊંઝા હાઇવે પર આવેલ હાંસાપુર નજીક આવેલ ત્રણ રસ્તા પાસે રોડ પર બાઈક પર સવાર ચાલક અને તેના મિત્રને ધારપુર તરફ્થી આવતી ગાડીના ચાલકે અડફેટે લેતાં બંને મિત્રો રોડ પર પટકાતાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલા યુવકને પગે ફ્રેકચર થતાં પ્રથમ ધારપુર અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ફ્રજ પડતાં ગાડી ચાલકના નામજોગ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણના દુધારામપુરા ગામના રાહલજી વિનાજી ઠાકોર અને વિકાસજી રમેશજી ઠાકોર બંને મિત્રો ધારપુર હોસ્પિટલમાંથી રિપોર્ટ લઈને પરત ઘરે જતાં સમયે હાંસાપુર નજીક ત્રણ રસ્તા પાસે ગાડી ચાલકે અડફેટે લેતાં બંને પૈકી રાહુલજી ઠાકોરને પગે ફ્રેકચર થયું હતું.? જ્યારે વિકાસજી ઠાકોરને સામાન્ય ઈજાઓ થતાં બી ડિવિઝન પોલીસ મથકે ગાડી ચાલક નિકુંજ પટેલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો