પાટણ જિલ્લામાં અવારનવાર ચોરી લૂંટફટ અપહરણ અને લુખ્ખાગીરીના બનાવો તેમજ ઘરફેડ ચોરી, સીમચોરી જેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં ફરી એકવાર શંખેશ્વર તાલુકાના ઈસ્લામ પુરા ગામના વિધવા મહિલા ઠાકોર રમીલાબેન લાલાજી ઈસ્લામ પુરા ગામે પરીવાર સાથે રહીને ખેત મજુરી કરી તેમના પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને આ વિધવા મહિલાના પરીવારના સભ્યો સાથે ગત રોજ સવારના ઘરને તાળાં મારી પરીવાર સાથે ખેતરે લીંબોળી વીણવાની મજુરી અર્થે ગયેલા હતા. તેવામાં ધોળા દીવસે 9. 30થી 11 કલ્લાક દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ઘરનું તાડુ તોડી ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. રમીલાબેન ઠાકોરના ઘરના મોભીનુ અકાળે અવસાન થતાં ઘરની જવાબદારી પુત્ર અને માતા ઉપર આવી પડેલી આથી વીધવા મહીલા ખેતરોમાં મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા અને કાળી મજુરી કરી જીવનભરની ભેગી કરેલી મુડી સાચવી રાખેલી તે ઘરે કોઈ હાજર ન હોઈ તે તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના સહીતના ઘરેણાની ચોરી કરી ફરાર થવામાં સફ્ળ રહ્યા હતા નાના એવા ઈસ્લામપુરા ગામમાં ધોળા દીવસે મકાનનાં તાળાં તુટયા હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયાં હતા અને ચોરીની ઘટના અંગેની જાણ શંખેશ્વર પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે આખી જીંદગીની ભેગી કરેલી મૂડી તેમજ તેમની દીકરીના દાગીના સહિતની ચોરી થતાં વિધવા મહિલા ઉપર આફ્ત આવી પડી હતી અને ચોધાર આંસુએ વલોપાત કરતાં જોવા મળ્યાં હતાં.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: