બુધવારે પાટણ શહેર સહિત જીલ્લાભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે પાટણ અને હારીજ પંથકમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા જેથી શિયાળાની મધ્યે રોડ રસ્તાઓ ચોમાસાની માફક ભીંજાઈ ગયા હતા. મોડી સાંજે અચાનક વરસાદના રીમઝીમ છાંટણા પડવાના શરૂ થતાં ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું. અત્રે નોંધનીય છે કે ચોમાસામાં ભારે વરસાદ અને બાદમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાન પહોંચ્યું હતું અને ત્યારબાદ હવે શિયાળું સિઝનમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતાં અને વરસાદી વાતાવરણ જેનો માહોલ જામતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. આ ઉપરાંત મોડી રાત્રે સાંતલપુરના સરહદી વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડયા હતા. મીઠાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાતાં અગરિયાઓ ચિંતિત બન્યા હતા.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









