રાધનપુર ખાતે યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વાવેતર સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહ્યો નથી.
રાયડો અને ઘઉં સહિતના શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અનિવાર્ય છે.રાધનપુર ખાતે ખેડુતો ગોડાઉન ખાતે ખાતર મેળવવા પહોંચી રહ્યા છે.પરંતુ છેલ્લા 10 દિવસથી રાધનપુર વિસ્તારમાં ખાતરની અછત હોવાથી ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શિયાળાની અડધી સિઝન પૂરી થવા છતાં ખેડતોને તેમની જરૂરીયાત મુજબ ખેડૂતો ને ખાતર મળી રહ્યું નથી ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા ત્રણથી ચાર દિવસથી વહેલી સવારથી ખાતર લેવા માટે આવે છે, પરંતુ તેમને ખાતર મળતું નથી. પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. આ સ્થિતિને કારણે ચાલુ શિયાળુ પાક નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ખાતર વિના પાકનું ઉત્પાદન શક્ય નથી. ખેડૂતોની ચિંતા છે કે ચોમાસુ સીઝન પછી શિયાળુ સીઝન પણ ખાતરના અભાવે નિષ્ફ્ળ જશે. ઉનાળુ સીઝનમાં પણ સરકાર કેનાલમાં પાણી આપતી ન હોવાથી તે સીઝન પણ નિષ્ફ્ળ જવાની શક્યતા છે. આથી, ખેડૂતોએ સરકારને તાત્કાલિક પૂરતું ખાતર પૂરું પાડવા વિનંતી કરી છે.










