હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય ગ્રામજનો આ દારૂ ની બદી થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા લોક માંગ ઉઠવા પામી છે. હારીજ તાલુકાના અરીઠા ગામમાં છેલ્લા ઘણા સમયથી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય અગાઉ પણ ગામ લોકો દ્વારા પોલીસ ને આ અડ્ડાઓ બંધ કરાવવા રજુઆત કરી હતી પરંતુ કોઈ નક્કર કામગીરી થઈ ન હોય ફરીથી દારૂ ના અડ્ડા ઓ શરૂ થઈ ગયા છે . ગામના કેટલાક ઈસમો આ દારૂના રવાડે ચડી ગયા હોવાના કારણે અન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે આજરોજ અરીઠા ગામના લોકો દ્વારા ગામમાં ચાલતી આ દારૂની બદી બંધ કરાવવા માટે હારીજ પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ માંગણીનો ઝડપથી અમલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: