બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના પડઘા પાટણમાં પડયા છે. પાટણમા બુધવારે હિંદુ સંગઠનોએ તેનો સખ્ખત વિરોધ કર્યો હતો અને શહેરના નવજીવન સર્કલ ખાતે પુતળા દહન કરી સુત્રોચ્ચાર કર્યા હતા.


પાટણમાં આવેલ નવજીવન સર્કલ ખાતે બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ યુવાનની હત્યાના બનાવને સખ્ખત શબ્દોમાં વખોડી કાઢી સુત્રોચ્ચાર કરી પુતળા દહન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા ઘટનનાને વખોડી પ્રદર્શનકારીઓ દ્વારા હિન્દુઓ પર થતાં અત્યાચારને રોકવા અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંને સંગઠનોના કાર્યકરો જોડાયા હતા અને લોકોની પણભીડ જોવા મળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: