ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં રોડ પર આવેલ તળાવમાં સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત ઠાલવવામાં આવતું પાણીને લઈને તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી રોડ પર થઈને શાળા પાસે ફરી વળ્યુ છે. જે બાબતે પંચાયત તંત્ર દ્વારા વિસનગર ખાતેને કચેરીમાં જાણ કરતા પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાનું કચેરીના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શિયાળાની સિઝનમાં ખેડુતો દ્વારા કરવામાં આવતાં રવી પાકોના વાવેતર દરમિયાન પિયત માટે સરકાર દ્વારા સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત પાણી પાઈપલાઈન મારફ્તે ગામના તળાવોમાં ઠાલવવામાં આવે છે જેનો સિધો લાભ ખેડૂતોને મળી રહે તે માટે જેને લઈ રણાસણ ગામે પણ સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત તળાવમાં પાણી ઠાલવતાં તળાવ ઓવરફ્લો થવા પામ્યું હતું અને પાણી રસ્તા પરથી સ્કૂલ તરફ્ ઘસી આવતાં તાત્કાલિક સ્થાનિક પંચાયત દ્વારા કચેરી ખાતે જાણ કરાઈ હતી. આ બાબતે સુજલામ સુફ્લામ યોજનાની કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે તળાવ ભરાતાં પાણી બંધ કરી દેવાય છે પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા વાલ્વ ખોલી નાંખતા પાણી આવતું હોય છે જેની હવે તપાસ કરાશે અને હાલમાં પાણી બંધ કરી દેવાયું છે.

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા









