પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય કચ્છ કેનાલમાં પહેલી મેથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. નર્મદા કચ્છ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય કેનાલની સફાઈ અને જરૂરી રીપેરીંગ કામગીરીને લઈને લેવામાં આવ્યો છે. નર્મદા વિભાગ દ્વારા ગત તા. 1લી મેથી જ કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવતા આગામી દિવસોમાં ખેડૂતોને કેનાલ મારફ્તે કેનાલનું મળતું પાણી બે માસ માટે મળશે નહીં આગામી પહેલી જુલાઈના પાણી નર્મદા કેનાલમાં રાબેતા મુજબ મળવાનું નર્મદા વિભાગના અંગત સૂત્રો દ્વારા જાણવા મળવા પામ્યું હતું.નર્મદાની મુખ્ય કચ્છ કેનાલ બંધ દરમિયાન કેનાલ મારફ્તે થતી સિંચાઈ અને કેટલાક વિસ્તારોના પીવાના પાણી પુરવઠા પર અસર પડી શકે છે. ખેડૂતો અને સ્થાનિક લોકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા નર્મદા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરીને વહેલી તકે પાણી પુરવઠો ફરી શરૂ કરવા પ્રયાસો હાથ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે એક તરફ્ નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે બીજી તરફ્ હાલમાં કાળઝાળ ઉનાળામાં કેનાલ બંધ થતાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પ્રબળ જોવા મળી છે.
