હારીજ નગરમાં અગાઉના સમયમાં ફાળવેલ જેટિંગ ટેન્કર છેલ્લા ઘણા સમયથી દુરસ્ત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા નવા જેટિંગ ટેન્કર માટેની માંગણી કરતા તેનો સ્વીકાર કરી. નવું જેટિંગ ટેન્કર ફાળવતાં હવે નગરમાં ઊભરાતી ગટરોની સમસ્યાઓમાંથી છુટકારો મળશે. તેવો આશાવાદ નગરજનોએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં ગટરના ગંદા પાણીથી ગંદકી ન ફેલાય તથા શહેરી વિસ્તારમાં ઉભરાતી ગટરોના કાયમી ઉકેલ માટે જેટિંગ ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં હારીજમાં અગાઉ ફાળવેલ જેટિંગ ટેન્કર દુરસ્ત થઈ જતાં પાલીકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની હાજરીમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસ્વામી દ્વારા સરકાર સમક્ષ હારીજ નગરપાલિકાને નવું જેટિંગ ટેન્કર ફાળવવા માટે રજુઆત કરતા નવું જેટિંગ ટેન્કર ફાળવવામાં આવ્યું છે. જેને લઈ હવે હારીજ નગરમાં ગટરો ચોકઅપ થઈ જતાં ઊભરાવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે અને નગરજનોને રાહત થશે તેમ પાલીકાના સત્તાધીશોએ જણાવ્યું હતું.










