સિદ્ધપુરની પવિત્ર કુંવારિકા સરસ્વતી નદીના કાંઠે રિવરફ્રન્ટ ફેઝ-1 ની કામગીરી પૂરી થઈ ગયા બાદ હવે ફેઝ-2 ની કામગીરી ઝડપી શરૂ થવાના અણસાર મળી રહ્યા છે. સરસ્વતી નદીના રિવરફ્રન્ટ ફેઝ-2 બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની રજૂઆત અન્વયે સિદ્ધપુર શહેર પાસેથી પ્રાચીન સરસ્વતી નદીમાં 1.7 કિલોમીટર લંબાઇમાં ડીશીલ્ટીગ, બંને કાંઠા પર ગેબિયન વોલ તથા સ્લોપ પ્રોટેક્શન બનાવવાનું કામ રૂપિયા 19 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુર રિવરફ્રન્ટ ફેઝ-2 માટે રૂપિયા 19 કરોડની મંજૂરી મળેલ છે. આ મહત્વપૂર્ણ નિર્ણય માટે તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને આધુનિકતા સૌંદર્ય અને પર્યટનની દ્રષ્ટિએ નવી ઓળખ આપશે જે આવનાર સમયમાં સિદ્ધપુરના વિકાસમાં મહત્વનો ફાળો આપશે.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: