16

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ્ ફાર્મસી ખાતે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉત્સાહભેર, સર્જનાત્મક અને જાગૃતિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ ક્ષ્સ્વસ્થ ભારત એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામે સંઘર્ષખ્ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓમાં ફાર્માસિસ્ટની જવાબદારી અને સમાજમાં એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ લાવતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કેમ્પસ સંચાલક ડો.જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ તથા કોલેજના પ્રિન્સિપાલ ડો.પરેશકુમાર પટેલ અને સમગ્ર સ્ટાફ્ના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજિત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર ફાર્મસીના અભ્યાસ પૂરતા સીમિત ન રાખતાં તેમને જાહેર આરોગ્ય, દર્દી સલામતી અને દવાઓના જવાબદાર ઉપયોગ પ્રત્યે સંવેદનશીલ ફાર્માસિસ્ટ તરીકે તૈયાર કરવાનો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR), એન્ટિબાયોટિક્સનો યોગ્ય ઉપયોગ, તેના દુરપયોગથી થતા જોખમો અને AMRની રોકથામ જેવા વિષયોપર સર્જનાત્મક અને માહિતીપ્રદ પોસ્ટરો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો કે એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી અથવા અયોગ્ય ઉપયોગ માત્ર આજની સારવારને નહીં, પરંતુ ભવિષ્યમાં દવાઓનીઅસરકારકતાને પણ પડકારરૂપ બનાવી શકે છે. આ પ્રસંગે કેમ્પસ સંચાલક ડો.જય ધ્રુવે જણાવ્યું હતું કે ફાર્માસિસ્ટ આરોગ્ય વ્યવસ્થાની એક અત્યંત મહત્વપૂર્ણ કડી છે. આજના ફાર્મસી વિદ્યાર્થીઓ આવતીકાલના હેલ્થકેર પ્રોફેશનલ્સ છે. તેથી તેમને દવાઓના જ્ઞાનની સાથે દર્દી સલામતી, નૈતિક જવાબદારી અને જાહેર આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરવું એ સમયની જરૂરિયાત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો