પાટણ શહેરના પદ્મનાભ રોડ પર આવેલ કેશવ પ્રાઇમ ફ્લેટ નજીક જીવરાજ પાર્ક સોસાયટી અને ભોલેનાથ સોસાયટી વચ્ચે આવેલા કેનાલ ચાર રસ્તા વિસ્તારમાં અસહ્ય ગંદકી, મચ્છરો અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોના જણાવ્યા મુજબ તાજેતરમાં કેનાલ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સફાઈ બાદ ચાર રસ્તા પાસે પાળી બનાવી દેતાં કેનાલનું પાણી બંને બાજુ અટકી ગયું છે. પરિણામે ગંદુ પાણી સ્થિર થઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. રહિશોએ ચિંતા વ્યક્ત કરી છે કે ચોમાસાની શરૂઆત પહેલા જ આવી સ્થિતિ સર્જાતાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગચાળાનો ખતરો ઊભો થયો છે. જેને લઈ વિસ્તારના નાગરિકોએ પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર તથા પ્રમુખને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ અટવાયેલું પાણી દૂર કરવા સહિત સફાઈ કામગીરી હાથ ધરવા અને મચ્છર નિયંત્રણ માટે ફેગિંગ સહિતના જરૂરી પગલાં લેવા માંગ કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: