પવિત્ર શ્રાવણ માસની પુર્ણાહુતીના દિવસે સમી પંથકમાં આવેલા ગાજદીનપુરા ગામે પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં ગામ સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને દર્શનનો લ્હાવો લઈ મેળાની મોજ માણી હતી. લોકવાયકા મુજબ કચ્છનું નાનું રણ એ હિડિંબા વન તરીકે જાણીતું હતું. એટલે કે પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ રહેવાનું થયું ત્યારે હિડિંબા વનમાં અજ્ઞાતવાસ કરતા હતા તે સમયે ગાજદીનપુરા ગામે આવતા યુધિષ્ઠિરને પૂજાનો સમય થતાં તેણે પાંડુ પુત્રને જણાવતા પાંડુ પુત્ર ભીમે પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ યુધિષ્ઠિરે પુજા વિધિ કરી હોવાની માન્યતા સાથે હાલમાં પણ પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે લોકો અતુટ શ્રધ્ધા ધરાવે છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલી સવારથી જ ગામમાં લોકમેળો ભરાયો હતો. જેમાં ગાજદીનપુરા સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો