હારીજ તાલુકાના રાવિન્દ્ર ગામે દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ગામના સરપંચ દ્વારા ગામની અંદર દારૂનું વેચાણકર્તાઓ વાતચીત કરી સર્વ સંમતિથી ગામની અંદર દારૂના વેચાણને નાબૂદ કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના માટે સમગ્ર ગામ લોકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દારૂ વેંચાણ કરનારને સજાના ભાગરૂપે 21 હજારનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે દારૂ પીવા વાળાને પણ પકડી અને પોલીસને સોંપવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. રાવિન્દ્ર ગામના સરપંચ બલાજી ઠાકોરે જણાવ્યું હતું કે દારૂના વેચાણ પર સંપૂર્ણ બંધારણ ઘડવામાં આવ્યું છે. જેમાં દારૂનું સેવન કરી ગામોમાં રખડતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી પોલીસને સોંપવામાં આવશે. સાથે ગામમાં દારૂનું વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેનું ઉલ્લંઘન કરનાર સાથે કોઈપણ જાતનો વ્યવહાર કરવામાં આવશે નહીં. જેના માટે બેઠક યોજાઈ હતી. જેમાં તેમનો પણ સાથ સહકાર લેવામાં આવ્યો છે. અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ દારૂનું વેચાણ કરતા પકડાશે તો 21 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે દંડ ગામના વિકાસ અથવા ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો