પાટણમાં નગરપાલિકા સંચાલિત ભુગર્ભ ગટરના પંમ્પીંગ સ્ટેશનની કુંડી ફાટી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. કુંડી ફાટી જવાના કારણે તેના દુષિત પાણી નજીકના ખેતરમાં ફરિ વળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખે ચર્ચાતી માહિતી મુજબ છેલ્લા 6 માસથી કુંડીમાં ભુગર્ભ ગટરોનું દુષિત પાણી લીકેજ થતું હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવ્યું હતું.


પાટણ શહેરમાં ગટરોનું દુષિત પાણીના નિકાલ માટે અલગ અલગ વિસ્તારોમાં ભુગર્ભ ગટરના પંમ્પીંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જેમાં તમામ પંમ્પીંગ સ્ટેશનોનું દુષિત પાણી એક મુખ્ય કુંડીમાં એકઠું થયાં બાદ ત્યાંથી બહુચર પંમ્પીંગ સ્ટેશનમાં મોકલાતુ હોય છે. પરંતુ રવિવારે મુખ્ય કુંડી ફાટી જવાની ઘટના બનતાં તેના દુષિત પાણી નજીકના ખેતરમાં ફરિ વળતાં દુષિત પાણીની રેલમછેલ જોવા મળી હતી. તેમજ જો દુષિત પાણીનો વધું પ્રવાહ આવે તો બાજુમાં પસાર થતી પીવાના પાણીની કેનાલમાં પણ ભળી જવાની ભીતી લોકોએ વ્યક્ત કરી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી ભુગર્ભ ગટરનું દુષિત પાણી કેનાલમાં પડતું હતું. જેને લઈ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: