ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ કચ્છનું નાનું રણ વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે. જોકે, આ વર્ષે સિઝન મોડી રહી છે. ચોમાસું લાંબુ ચાલતા અને રણમાં વરસાદી પાણી ભરાયેલા રહેવાના કારણે, યાયાવર પક્ષીઓનું આગમન લગભગ દોઢ મહિના જેટલું મોડું થયું છે.
કચ્છનું નાનું રણ
કચ્છનું નાનું રણ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં અહીંના વિશેષ જંગલી ગધેડા (ઘુડખર) માટે જાણીતું છે, જે તેમને સમર્પિત એકમાત્ર અભયારણ્ય છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં આ રણ વિવિધ દેશોના હજારો પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે. આ વર્ષે રણમાં રશિયા, ઇઝરાયલ અને યુક્રેન જેવા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી મહેમાન પક્ષીઓનું આગમન થયું છે. આ પક્ષીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અહીં આવે છે.
વિદેશી પક્ષીઓનું આગમન
હાલમાં રણમાં નીચે મુજબના મુખ્ય પક્ષીઓ જોવા મળી રહ્યા છે. શાહીન (Peregrine Falcon) આ પક્ષી વિશ્વનું સૌથી ઝડપી પક્ષી છે, જે 390 કિલોમીટર પ્રતિ કલાકની અદભૂત ઝડપે ઉડી શકે છે. રાજહંસ (Greater Flamingo), પાન પતાઈ (Pied Avocet), મોટો હંસ (Whooper Swan), ગુલાબી પેણ, Pelican), ઘુવડ (Owl) આ વિદેશી પક્ષીઓ આકાશમાંથી અતિ ઝડપથી જમીન પર શિકાર કરીને ફરી ઉડાન ભરી દેવાની તેમની અદ્ભૂત શિકાર પદ્ધતિ માટે જાણીતા છે. મોડા મોડા પણ આ યાયાવર પક્ષીઓના આગમનને કારણે પર્યાવરણ પ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક વન વિભાગે પણ પક્ષીઓની સુરક્ષા અને સંવર્ધન માટે વ્યવસ્થા ગોઠવી છે, જેથી આ મોસમમાં તેમને શાંતિપૂર્ણ આશ્રય મળી રહે.
આ પણ વાંચો: ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કાયદાનો સકંજો, કારનું લોક તોડનાર માલિક સામે ગુનો દાખલ