પાટડીના કચોલીયા પાસે આવેલી રામેસ્વરા પેપર મિલમાંથી લાંબા સમયથી પ્રદુષીત પાણી છોડાતુ હોવાથી ગ્રામજનો અને ખેડૂતોને નુકશાન થતુ હોવા છતાય પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી નહી કરાતા ગાંધીનગર રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. સરકાર સ્વચ્છતા જાળવવા અને પ્રદુષણ-ગંદકી અટકાવવા ઉપર ખાસ ભાર મુકી રહી છે.ત્યારે પાટડી તાલુકાના કચોલીયા કમાલપુર રોડ ઉપર આવેલી રામેસ્વરા પેપરમીલ દ્વારા ફેકટરીમાંથી લાંબા સમયથી પ્રદુષીત પાણી કાઢવામાં આવતુ હોવાથી આજુબાજુના ખેડૂતોની જમીનને ભારે નુકશાન થતુ હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહયા છે.બીજી તરફ ફેકટરીમાં પણ અંદર પણ ભારે ગંદકી થતી હોવાના પણ આક્ષેપો થઇ રહયા છે.આમ ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોવા છતાય અને જમીન આરોગ્યને નુકશાન થઇ રહયુ છે તો પણ ગુજરાત પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ દ્વારા રામેસ્વરા પેપરમીલમાં કોઇ પણ જાતની તપાસ નથી કરાતી અને કાર્યવાહી પણ નહી કરાતી હોવાથી તંત્રની મીલીભગતની આશંકા સેવાઇ રહી છે.હવે આ ગંભીર મામલે જિલ્લા કલેકટર અને પાટડી ડેપ્યુટી કલેકટર દ્વારા તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાય એવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો