ઝાલાવાડના પાટડીમાં સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગર એસ.એમ.સી.ની ટીમે રાજકોટ પી.આઇ.ના ભાઇના ત્યાં જુગારની રેડ કરતા સ્થાનીક પોલીસની બેદરકારી બદલ સુરેન્દ્રનગર એસ.પી.એ પી.એસ.આઇ.સહિત ત્રણને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફળાટ વ્યાપી ગયેલ છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાટડીમાં અગાઉ 2024માં એસ.એમ.સી.એ રાજકોટ હિરાસર એરપોર્ટ પી.આઇ.કમલેશ ઠાકોરના ભાઇ કિરણ ઠાકોરના ત્યાં જુગારની રેડ કરી હતી.રેડ બાદ ત્યારે પણ પોલીસ સ્ટાફનો ભોગ લેવાયો હતો.એવામાં એસ.એમ.સી.ની ટીમે ફરીથી સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને કિરણ ઠાકોરના ત્યાં પોલીસ સ્ટેશનથી નજીક જુગાર રમતા સ્થળે રેડ કરતા પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને રેડ કરતા પી.એસ.આઇ.સહિત ત્રણની મીલીભગતની આશંકા સેવાઇ રહી હતી.એવામાં સુરેન્દ્રનગર એસ.પી.પ્રેમસુખ ડેલુએ તપાસ કર્યા બાદ બેદરકારી બદલ પાટડી પી.એસ.આઇ.હસમુખ ગોહિલ,પ્રવિણભાઇ કોલા અને ચેહરભાઇ ઠાકોર સહિત ત્રણને સસ્પેન્ડ કર્યા છે.આમ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી.રેડ કરશે તો જવાબદારી સ્થાનીક પોલીસની જ રહેશે એવુ લાગી રહયુ છે.પી.એસ.આઇ.સહિત ત્રણને સસ્પેન્ડ કરતા જિલ્લાભરના પોલીસ સ્ટાફમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.બીજી તરફ રેડ બાદ પાટડી પી.આઇ. અને પી.એસ.આઇ.ની બદલી કરી એમની જગ્યાએ કડક અધિકારી પી.આઇ.ઉપાધ્યાયને પાટડી બદલી કરાતા અત્યારથી જ માહોલ ગરમાયો છે.