પાટડી બજાણા હાઇવેનું ફોરલેન રોડનું કામ ચાલુ થયા બાદ ગોકળગતિએ કામ કરાતુ હોવાથી લોકોને ભારે મુસ્કેલી પડી રહી છે.અગાઉ રોડનું કામ બંધ થયા બાદ પંદર દિવસ પહેલા ફરીથી ચાલુ થયુ તુરંત કામ બંધ કરી દેવાયુ છે.જેના કારણે રોડ તોડેલી જગ્યાની આજુબાજુનાં વેપારીઓની દુકાનદારને ભારે મુસ્કેલી પડી રહી છે.જેથી કમલેશભાઇ,મુનાભાઇ અને અનવરભાઇ સહિતના વેપારીઓએ ડેપ્યુટી કલેકટર દ્વારા કોન્ટ્રાકટર સામે કડક પગલા લઇ કડકમાં કડક કાર્યવાહી કરી તાત્કાલીક રોડનું કામ ચાલુ થાય એવી માંગ કરી છે.

ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત









