પાટડી (સં.ન્યૂ.સ.) : પાટડી તાલુકામાં મોટા પ્રમાણમાં ખુલ્લો અને રણ વિસ્તાર હોવાના કારણે વિવિધ પ્રકારના ઝાડ રહેલા છે.પરંતુ ફોરેસ્ટ વિભાગની ઢીલી કામગીરીના કારણે અનેક જગ્યાએથી રીક્ષા અને ટેમ્પો ભરીને ગેરકાયદેસર લાકડા કાપી ફેકટરીઓ અને હોટલો સુધી પહોચાડા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે.ત્યારે ફોરેસ્ટ કચેરીના બોર્ડની સામેથી જ ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો ધોળા દિવસે ખુલ્લેઆમ જઇ રહયો છે એ જોતા ફોરેસ્ટ વિભાગની પોલ ખુલ્લી પડી ગઇ છે.આમ એક તરફ સતત ઘટતા જતા ઝાડના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પણ અનિયમીત પડી રહયો છે એમ છતાય બેરોકટોક લાકડા કપાતા રહેશે તો આવતા સમયમાં મુસ્કેલી સર્જાશે.જેથી આ ગંભીર બાબતને લઇને વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા કપાતા અટકાવી પર્યાવરણ બચાવવા કડકમાં કડક કાર્યવાહી કરાય એવી માંગ ઉઠી છે.
