સામાન્ય રીતે લોકો લેહ-લદાખ જેવા દુર્ગમ અને બરફચ્છાદિત વિસ્તારોમાં જવા માટે મોટી લક્ઝુરિયસ ગાડીઓ કે મોંઘા ટૂર પેકેજ પસંદ કરતા હોય છે, ત્યારે પોરબંદર ના ચાર મિત્રોએ પોતાની કાર દ્વારા ખૂબ જ મર્યાદિત બજેટમાં 5,000 કિલોમીટર લાંબી સાહસિક યાત્રા સફ્ળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવી મિસાલ કાયમ કરી છે. રણજીતભાઈ કારાવદરા, કિશોરભાઈ મેધનાથી, કીર્તિભાઈ પોપટ અને મોસીન પઠાણે મધ્યમવર્ગ ના પરિવારો માટે પ્રેરણારૂપ બને તે રીતે કાર દ્વારા આશરે 18000 ફૂટની ઊંચાઈ સુધીનો પ્રવાસ સફ્ળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. સામાન્ય રીતે લેહ-લદ્દાખની યાત્રા ખર્ચાળ અને મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ આ ચારેય યુવાનોએ વ્યક્તિદીઠ માત્ર રૂ.22,000જેટલા ખર્ચમાં સમગ્ર યાત્રા પૂર્ણ છે

સાપકડામાં વીજલાઈનના કામ સામે ખેડૂતોનો વિરોધ









