પોરબંદરના બોખીરા વિસ્તાર માં શહેરી ગરીબો માટે બનાવાયેલ 2448 આવાસ માં બિલ્ડીંગ નં. 50ના બ્લોક નં. 24માં વહેલીસવારે પાંચ વાગ્યે ધડાકાભેર છતના પોપડા પડયા હતા. જો કે બનાવ બન્યો ત્યારે ત્યાં રહેતા પરિવારના સભ્યો બાજુના રૂમમાં સુતા હોવાથી કોઇને ઇજા કે જાનહાની થઇ નથી.એક વર્ષ પહેલા પણ આ બ્લોક ના અન્ય રૂમની છત પડી હતી અને હવે એ જ ફ્લેટમાં બીજા રૂમની છત માંથી પોપડા પડયા છે. અઠવાડિયામાં આ પ્રકારનો આ ચોથો બનાવ બન્યો છે તેમ છતાં હજુ સુધી તંત્ર ના પેટ નું પાણી પણ ન હલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. અહી કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈનું મોત નીપજશે બાદ જ તંત્ર ની ઊંઘ ઉડશે કે કેમ તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.

શહેરી ગરીબો માટે બોખીરા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત 90 કરોડના ખર્ચે કુલ 2,448 ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2011-12 દરમિયાન બાંધકામ શરૂ થઈ 2016માં પૂર્ણ થયું હતું. જો કે બાંધકામ વખતે પણ મટીરીયલ ની નબળી ગુણવતા અંગે વિવાદ થયો હતો