પોરબંદરથી મુંબઈ,અમદાવાદ અને કેશોદની ફ્લાઈટ ફરી શરુ થઇ છે મહાનુભાવોના હસ્તે યાત્રીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું
પોરબંદર એરપોર્ટ ખાતે દોઢ માસ પૂર્વે વિમાનીસેવા બંધ થઇ હતી આથી પ્રવાસીઓ,વેપારીઓ ને પડતી મુશ્કેલી અંગે અનેક રજૂઆત બાદ ફરી વિમાની સેવા શરુ કરવામાં આવી છે એલાયન્સ એર દ્વારા મુંબઈ-પોરબંદર-કેશોદ-અમદાવાદ તેમજ અમદાવાદ-કેશોદ-પોરબંદર-મુંબઈ રૂટ પર નવી હવાઈ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથે સીધી અને વધુ સુવિધાજનક હવાઈ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે, નવી ફ્લાઇટ સેવાના પ્રારંભ નિમિત્તે આજે એરપોર્ટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે હવે આ વિમાનીસેવા ફરી બંધ ન થાય અને નિયમિત ચાલુ રહે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે










