પોરબંદરના જ્યુબેલી પૂલની નીચે એક દાયકા થી વધુ સમયથી જામ થયેલો કાટમાળ, પ્લાસ્ટિકનો કચરો અને કાંપ અંતે દૂર કરવાની કામગીરી શરુ થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હળવી થશે. પોરબંદરના જયુબેલી પૂલ નીચે ખાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાટમાળ અને ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું હતું.ખાસ કરીને નવા પુલના નિર્માણ બાદ તેના બાંધકામ ના મટીરીયલ ઉપરાંત કાદવ સહિતનો કાટમાળ દુર કરવામાં ન આવતા દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના વહેણમાં અવરોધ ઊભો થતો હતો. આથી કડિયા પ્લોટ, મીલપરા, નવાકુંભારવાડા, ખડપીઠ, ઝુંડાળા અને મેમણવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું અને લોકોની ઘરવખરીને પણ વ્યાપક નુકશાન થતું હતું. આ મામલે અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી હતી છતાં નગરપાલિકા અને આર એન્ડ બી એક બીજા પર જવાબદારી ઢોળી દેતા એક દાયકા થી વધુ સમયથી અહી મલબો યથાવત જોવા મળતો હતો ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ ચોમાસા પૂર્વે આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા હિટાચી મશીન અને ડમ્પર સહિતની મશીનરી વડે કાટમાળ, માટીનો કાંપ અને કાદવ તેમજ પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢીને ડમ્પિંગ સાઈટ પર લઈ જવામાં આવી રહ્યો છે.આ કામગીરી શરૂ થતાં સ્થાનિકો માં ખુશી જોવા મળે છે હવે આ વર્ષે આ સમસ્યા હળવી થાય તેવી આશા લોકોમાં જાગી છે.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









