પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગમાં દારૂના નશામાં એક સફાઈ કર્મચારી દ્વારા હંગામો મચાવવાનો બનાવ સામે આવ્યો છે. નશામાં ધૂત કાયમી સફાઈ કર્મચારીએ કચેરીમાં ઉપસ્થિત અરજદારો અને સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ થયા છે. ઘટનાના કારણે મનપા કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
જાહેરમાં કપડાં કાઢવાનો પ્રયાસ, લોકોને ગાળો ભાંડી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કર્મચારી એટલો નશામાં હતો કે તેણે જાહેરમાં અર્ધનગ્ન થવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ઉપસ્થિત લોકોને ગાળો ભાંડી અને ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. ઘટનાને કારણે કચેરીમાં આવેલા અરજદારો અને કર્મચારીઓ અસ્વસ્થ બન્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ કેટલાક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હોવાની ચર્ચા છે.













