કુતિયાણાના રોધડા નજીક ઇકો કારમાં વિદેશી દારૂની 605 નાની બોટલ સાથે જામજોધપુરના શેઠ વડાળા ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે


પોરબંદર એલસીબી ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર રોધડા ગામના પાટીયા પાસે થી કાર માં પસાર થઇ રહેલ આરીફ્ હનીફ્ભાઈ નોતીયાર (ઉ.વ. 26, રહે. શેઠ વડાળા ગામ રાજગોર ફ્ળિયુ) ને અટકાવી કાર ની તલાશી લેતા કાર માંથી વિદેશી દારૂ ની 180 એમ એલ ની 605 બોટલ મળી આવી હતી આથી પોલીસે રૂ 1,02,850 ની કીમત નો દારુ , રૂા.2,00,000 ની કીમત ની કાર અને .રૂા. 5000 ની કીમત નો મોબાઈલ મળી કુલ રૂા. 3,07,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

અને તેની પુછપરછ કરતા આ દારૂ તે ચોક્કસ મોબાઈલ નંબર ધારક પાસે થી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેના વિરુધ પણ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: