પોરબંદર માં મનપા ની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા બેકરીઓ માં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નિયમો નું પાલન ન કરનાર 5 બેકરી ના ધંધાર્થીઓને રૂ 2500 નો દંડ ફ્ટકારવામાં આવ્યો છે પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સની ફરેન્ચાઇઝી, ઉત્પાદન તથા છૂટક વેચાણ કરતી દુકાનોમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી. ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી પેઢીઓમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા નૂરી બેકરી, નેશનલ બેકરી, ઈગલ બેકરી, અનમોલ બેકરી અને ઈટાલિયન બેકરી પાસેથી નિયમોનું પાલન ન કરવા બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ પાંચેય ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. 2500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.તપાસ દરમિયાન તમામ ધંધાર્થીઓને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ખાસ કરી ને વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ તથા વેચાણ દરમિયાન સ્વચ્છતા જાળવવી, એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું તેમજ ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે ધંધાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો