પોરબંદરમાં સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા ચિત્ર, વકતૃત્વ, કાવ્ય, ગઝલ, નિબંધ અને 'વેસ્ટમાંથી બેસ્ટ' સહિતની વિવિધ સ્પર્ધાઓનું ક્ષ્કલા ઉત્સવ ઉમંગખ્શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવતા અનેક સ્પર્ધકો એ ભાગ લીધો હતો

પોરબંદર માં સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા સમાજમાં રહેલી સર્જનાત્મક પ્રતિભાઓને યોગ્ય મંચ મળે અને દરેક વ્યક્તિમાં રહેલી કલાત્મક શક્તિનો વિકાસ થાય તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે દર વર્ષની પરંપરા મુજબ ક્ષ્કલા ઉત્સવ-ઉમંગ 2026 * નું આયોજન એમ. કે.ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી લેખન તથા નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સર્જનાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓ માટે અનુભવી નિર્ણાયકો દ્વારા નિષ્પક્ષ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કિાર્યક્રમને સફ્ળ બનાવવા જનરલ સેક્રેટરી દીપભાઈ સોનીગ્રા, કાર્યક્રમના કો-ઓર્ડિનેટર તથા શિક્ષક અમિતભાઈ સાતા, ખજાનચી રીતલબેન બાદરશાહી, સોશિયલ મીડિયા ડાયરેક્ટર જીગ્નેશભાઈ સોલંકી, એસ.વાય.સી.એ. ગુજરાતનાચેરમેન વિશાખાબેન શીલુ, ખજાનચી ધર્મિષ્ઠાબેન જેઠવા સહિતના હોદ્દેદારો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી