પોરબંદરની મહાત્મા ગાંધી સ્કૂલ સહિત વિવિધ શાળાઓ સામે સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અને સ્કૂલ ઝોન સાઈન બોર્ડ લગાડવા હ્યુમન રાઈટ્સ એસો દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદરના હ્યુમન રાઈટ એસોસિયેશન દ્વારા કલેકટર, શિક્ષણાધિકારી, મનપા ને કરાયેલી લેખિત રજૂઆત માં જણાવાયું છે કે કમલાબાગ વિસ્તારમાં આવેલી એમ.કે. ગાંધી સ્કૂલ માં 1500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.સ્કૂલ મેઈન રોડ પર હોવાથી સવારે 7:30 થી 8:30 અને બપોરે 11:30 થી 2:30 તેમજ સાજે 5 થી 6 વાગ્યા સુધી ના સમયે બાળકોનો ખૂબ ધસારો રહે છે. પરંતુ સ્કૂલની સામે હાલમાં કોઈ સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ કે સ્કૂલ ઝોન સાઈન બોર્ડ નથી. જેના કારણે વાહનો ખૂબ જ ઝડપે નીકળે છે અને કોઈપણ સમયે મોટો અકસ્માત થવાની શક્યતા છે.આ પરિસ્થિતિ શહેરની તમામ સ્કૂલોની આસપાસની છે જેમાં એમ કે ગાંધી શહેરની મધ્યમાં આવેલ છે અહી સૌથી મોટો ટ્રાફ્કિ બિરલા કંપનીના મોટા વાહનોની અવર જવર તેમજ પુરઝડપે આવતા વાહનોનો છે.
