પોરબંદરમાં જેતપુર પ્રોજેક્ટ,ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ ,મોટી ટ્રોલીંગ બોટો સહીત વિધ સમસ્યાઓ ને લઇ ને પીલાણા ધારકો માં ઉગ્ર રોષ જોવા જોવા મળે છે બંદર વિસ્તાર માં યોજાયેલ બેઠક માં મોટી સંખ્યા માં માછીમારો એ એકત્ર થઇ રોષ વ્યક્ત કર્યો હતો પોરબંદરના દરિયાકાંઠે વસવાટ કરી રોજીરોટી રળતા હજારો માછીમાર પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી અનેક પડતર પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે. વારંવારની રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં તંત્ર તરફ્થી કોઈ નક્કર પરિણામ ન મળતા આખરે પીલાણા ધારકો અને નાના માછીમારો એ બંદર વિસ્તારમાં એકત્ર થઈને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. બેઠકમાં માછીમાર આગેવાનો, પીલાણા ધારકો, ખલાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને મહત્વના પ્રશ્ને ચર્ચા કરી હતી માછીમારોએ જણાવ્યું હતું કે હવે માત્ર પોકળ આશ્વાસનોથી કામ નહીં ચાલે, જો પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ન છુટકે ફરજ પડશે
