પોરબંદરમાં જુન મહિનામાં ગંભીર ગુન્હા ડિટેકટ કરનાર બાવન પોલીસ કર્મચારીઓનું ક્રાઈમ કોન્ફરન્સ દરમ્યાન સન્માન કરાયું હતું. કોન્સ્ટેબલથી લઇને પી.આઈ. સુધીના અધિકારીઓની કામગીરી બિરદાવાઈ હતી.
ક્રાઈમ કોન્ફરન્સ દરમ્યાન જુન માસમાં ગંભીર ગુનાના ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા,અનડિટેકટ ઘરફેડ ચોરીઓ તથા ફેટલનો તથા છેતરપીંડીના ગુન્હાઓ ડિટેકટ કરવા,અસામાજિક તત્વો વિરૂધ્ધનો ગુજસીટોકનો ગુનો દાખલ કરવા,ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી પકડી પાડવા,ગેરકાયદેસર હથીયાર અગ્નિશસ્ત્ર્રનો કેસ શોધી તથા એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા બદલ,મર્ડરના ગુનાના આરોપીઓને સજા પડાવવા,તથા ડોગની મદદથી ચરસ મળી આવતા એન.ડી.પી.એસ.નો ગુન્હો શોધી કાઢવાની સારી કામગીરી કરનાર 52 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા.
