પોરબંદર । પોરબંદર મહાનગરપાલિકા ના સેનિટેશન ઓફ્સિર જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા) નો ઉપયોગ કરતા 10 વેપારીઓ પાસેથી કુલ રૂ. 19,000 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ 378 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તમામ વેપારીઓને સુચિત કરવામાં આવ્યા છે.ઉપરાંત જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા વ્યક્તિઓ સામે રૂ.5,000 સુધીનો દંડ ફ્ટકારવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: