તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પોરબંદર જુનાગઢ અને રાજકોટ જિલ્લાના રમત ગમતમાં ઉત્સુક યુવાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌનો જોમ અને જુસ્સો વધાર્યો હતો.
14 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધી સાંસદ ખેલ મહોત્સવ ચાલશે
14 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધી ચાલનારા સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મુકતા રમતવીરોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમત ગમતને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા એ સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મુકતા રમતવીરોને સંબોધતા જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમત ગમતને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
રમત ગમત ક્ષેત્રે ભારતના યુવાનો સમગ્ર વિશ્વમાં આગળ વધે અને સિદ્ધિઓ મેળવી
ખેલાડીઓને ઉત્સાહિત કરતા તેમણે કહ્યું કે, લગભગ દરેક મન કી બાતના એપિસોડમાં પ્રધાનમંત્રી દેશના રમતવીરોને પ્રોત્સાહિત કરે છે, પ્રેરણા આપે છે . રમત ગમત ક્ષેત્રે ભારતના યુવાનો સમગ્ર વિશ્વમાં આગળ વધે અને સિદ્ધિઓ મેળવી ભારતનું ગૌરવ વધારે તેવા કેન્દ્ર સરકારના સતત પ્રયાસો છે અને તેમાં વ્યાપક યોજનાઓની અમલવારી સાથે આપણે સિદ્ધિઓ મેળવી છે તેમ કેન્દ્રીય ખેલ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ આ તકે કહ્યું કે રમતમાં ખેલદિલી હોય છે.
હાર જીત એક અલગ બાબત છે પરંતુ જે જીતી ન શકે તે આગળ જીતવા માટે શીખે છે
સ્વાસ્થ્યની તંદુરસ્તી સાથે માનસિક વિકાસ પણ થાય છે. તેમણે કહ્યું કે ભારતના છેવાડાના વિસ્તારમાંથી પણ યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે દેશનું ગૌરવ વધારે તે માટે સરકારના પ્રયાસો છે. તેમણે યુવાનોને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા પણ આહવાન કર્યું હતું. ઓલિમ્પિક અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓ માટે પ્રોત્સાહક ઇનામ રકમની જાણકારી સાથે ખેલાડીઓને મંત્રી શ્રી એ પ્રોત્સાહિત કર્યા હતા.
ખેલાડીઓને દરેક રમતની ટ્રેનિંગ માટે પ્રેક્ટિસ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડે છે
સુવિધા આપવામાં આવે છે તેની યોજનાથી વિગતો પણ મંત્રીએ આપી હતી. કેન્દ્રીય મંત્રીએ આગામી પાંચ વર્ષમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં 100 યુવાનો રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશમાં રાષ્ટ્રીય સ્તરે તૈયાર થાય તેનું પણ વિઝન રાખવામાં આવ્યું છે એમ પણ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ બાળકોના વાલીઓને પણ બાળકમાં રહેલી રમતગમતની શક્તિઓ ખીલે તે માટે તેમને ગમતી રમતોમાં આગળ વધારવામાં આવે તે માટે જણાવ્યું હતું.
રમત-ગમતને લઈ અનેક યોજનાઓ છે
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શનમાં રમત ગમતના સ્પર્ધકો ખેલાડીઓ આગળ વધે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવીને પ્રયાસો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતમાં પણ સ્પોર્ટ્સમાં યુવાનો આગળ વધી રહ્યા છે. યુવાઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવે અને તેમને રમતનું સારામાં સારું વાતાવરણ મળે તે માટેની માળખાગત સુવિધા સાથે ખૂબ મહત્વનું કાર્ય હાલ ચાલી રહ્યું છે તેમ જણાવીને મંત્રીએ વ્યસન છોડીને મેદાન અપનાવવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતના 9 શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું, બેવડી ઋતુ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન