પોરબંદરમાં અઠવાડિયા પૂર્વે ગાંધી જન્મસ્થાનની પાછળ આવેલ રહેણાંક મકાનમાંથી સવા ત્રણ લાખના દાગીના રોકડની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે એક તસ્કર ને ઝડપી લઇ અઢી લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે
પોરબંદરના મધુબેન પ્રકાશભાઈ ગોસીયાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી અને પુત્રી સાસરે હોવાથી એકલા રહે છે તેની તબીયત ખરાબ રહેતી હોવાથી તેના મોટાબહેન જસુબેનના ઘરે રાત્રે નવ વાગ્યા આસપાસ સુવા માટે જાય છે તા. 20 જુલાઇના રાત્રે સાડા આઠેક વાગ્યે ઘરને તાળુ મારીને બહેનના ઘરે ગયા હતા અને 21 જુલાઇએ બપોરે ઘરે આવ્યા ત્યારે તાળુ તુટેલુ હતુ. તેથી ઘરમાં તપાસ કરતા કુલ 3લાખના દાગીના અને 25 હજારની રોકડ મળી સવા ત્રણ લાખ ના મુદામાલ ની ચોરી થઇ હોવાનું સામે આવતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે કિર્તીમંદિર પોલીસ તપાસ કરતા 3 અજાણ્યા શખ્સો ચોરીમાં સામેલ હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે દરોડો પાડી એક શંકાસ્પદ શખ્સ ક્રીષ્ના રાજેશભાઇ ડાભી ને ઝડપી લીધો છે અને તેની પાસે થી કુલ રૂ. 2,54,800 નો મુદામાલ રીકવરકર્યો છે અને અન્ય બે શખ્સો ની શોધખોળ હાથ ધરી છે
