પોરબંદરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રાષ્ટ્રીય ફરજ એવી વસ્તી ગણતરીની કામગીરીમાં હાજર ન રહેવા બદલ રોડ પ્રાથમિક શાળાના આચાર્ય પુનિતકુમાર પંડ્યાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.આચાર્ય સામે વોરંટ જારી કરી તેમની અટકાયત કર્યા બાદ તેમને મામલતદાર કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વસ્તી ગણતરીમાં હાજર ન રહેતા કાર્યવાહી
આ ઘટના અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને કલેક્ટરને રજૂઆત કરી છે. મહાસંઘ દ્વારા આચાર્ય સામેનું વોરંટ તાત્કાલિક રદ્દ કરવા અને શિક્ષકને સન્માનપૂર્વક શાળામાં કામ કરવા દેવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.બીજી તરફ, અટકાયત કરાયેલા આચાર્ય પુનિતકુમાર પંડ્યાએ પોતાનું નિવેદન આપતા શાળાની વાસ્તવિક અને કડવી સ્થિતિ મીડિયા સમક્ષ રજૂ કરી છે.













