પોરબંદરની મુખ્ય બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને લઈને વિવાદ ઊંચકાયો છે, જેના પગલે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. (પોલીસ ઇન્સ્પેક્ટર) ચૌધરીએ સખત કાર્યવાહી શરૂ કરી છે અને દબાણ કરનારાઓને રોકડું પરખાવી દીધું છે.


[[$googlead]]

ટ્રાફિક સમસ્યા સામે સખ્ત કાર્યવાહી

તાજેતરમાં એક લોકદરબારમાં ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કીર્તિ મંદિર પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે. પોલીસે વેપારીઓ અને રેકડી ધારકોને દુકાન બહાર કે ફૂટપાથ પર બોર્ડ, માલસામાન કે અન્ય કોઈ દબાણ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી, જે ટ્રાફિકને અડચણરૂપ બને છે.પોલીસની સૂચનાનું પાલન ન થતાં, કીર્તિ મંદિર પોલીસે ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરવા બદલ 29 વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે.પોલીસે દુકાનની બહાર રાખેલ લોખંડની જાળી સહિતનો અન્ય માલસામાન કબજે કરીને ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કર્યા હતા.

PI ચૌધરીની રોકડી વાત

આ કાર્યવાહી દરમિયાન, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની હાજરીમાં કેટલાક વેપારીઓ અને રેકડી ધારકોએ રજૂઆત કરી હતી. આ સમયે PI ચૌધરીએ પોતાની સ્પષ્ટ વાત રજૂ કરી. "ભલે મારી બદલી નાગાલેન્ડ કરાવી દો, પરંતુ પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી-ગલ્લા અને દબાણો સામે ટ્રાફિક ઝુંબેશ ચાલુ જ રહેશે. PIની આ સ્પષ્ટ અને સખ્ત વાતથી દબાણકર્તાઓ અને ભવિષ્યમાં દબાણ કરવાની વૃત્તિ ધરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે જાહેર કર્યું છે કે જ્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે નહીં, ત્યાં સુધી આ ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે.

[[$alsoread]]


આ પણ વાંચો: ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રના દરોડા, 61 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Follow us on: